Junior clerk ની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર જુનીયર ક્લાર્ક નીપરીક્ષા ના નવા અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ૨૯.૦૧.૨૦૨૩ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે મોકૂફ રાખવામાં આવેલ હતી હતી.
જે જુનિયર ક્લાર્કની ભરતી હવે પંચાયત પસન્દગી મંડળ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા આમાં આગામી એપ્રિલ 2023 માસમાં લેવાશે, નવા ઇન્ચાર્જ શ્રી હસમુખ પટેલ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.
ચાલો જાણીએ પંચાયત હસ્તકની જુનીયર ક્લાર્ક ની પરીક્ષા 2023
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલ જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
પોસ્ટ નામ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા 1185
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.
આ પણ વાંચો.. ગુજરાતના રોજે રોજ આવતા તમામ સમાચાર પત્રો
જુનિયર ક્લાર્ક ભરતી બોર્ડના નવા અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબે શું કહ્યું
Junior clerk exam વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે. કમનસિબે પેપર લીક થયું, પરંતું ભવિષ્યમા આવુ ન બને તેવા પ્રયત્નો કરીશું. હું, વિકાસ સહાય સર તથા દિનેશ દાસા સતત પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો....વિશ્વના Top-10 સમાચાર પત્રો
વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવા માંગીએ છીએ. પેપરલીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ચોરી ન થાય તે જરૂરી છે.
તાલુકા કક્ષાએ પરીક્ષા લેવા માટે અગાઉ સારૂ આયોજન કર્યું હતું. પેપર ફૂટવા બાબતે કશું કહી ન શકું. પરિક્ષા કેન્દ્રોની તૈયારી છે. એપ્રિલ માસમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવાશે.
નવા નિમાયેલ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવેલ પ્રતિક્રિયા
પેપરલીક કરનારને પકડ્યા છે. પોલીસે પ્રયત્નો કર્યા છે. પરીક્ષાનું પેપર લીક થતા પહેલા પોલીસે તકેદારી રાખી અને કેટલાક લોકો ઝડપાયા. તેથી પોલીસની કામગીરીને બીરદાવુ છું. બધા ઉમેદવારોને કહું છું કે, ક્યાંય પણ આવી ઘટના દેખાય તો જાણ કરે. અમે વ્યવસ્થા ઉભી કરીશું કે તમે ગેરરીતિ બાબતે જાણ કરી શકો છો. ભૂતકાળમાં પણ આવી વ્યવસ્થામાં જાણ કરવામાં આવી હતી. ઉમેદવારો પણ પ્રમાણિકતાથી પરીક્ષા આપે. ઉમેદવારો સતર્ક હશે તો પેપર ફોડવાવાળાને પકડી શકીશું.
Tags:
Jobs