બાળક વારંવાર બીમાર પડી રહ્યું છે ? આવો જાણીએ કારણો.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

બાળક વારંવાર બીમાર પડી રહ્યું છે ? આ પાછળનું કારણો. 

વારંવાર બીમાર થવાુ તે કોઇ જન્મજાત બીમારી ? કે પછી લાપરવાહી, બીમારીનું કારણ જાણીને તરત જ સારવાર કરો.

જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને વારંવાર બીમાર પડતું હોય તો માતા-પિતા સતત ચિંતામાં રહે છે. ઘણીવાર તો સ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે ડોકટર પાસે લઈ જવું પડે છે. તો અમુકવાર ડોક્ટર કહે છે કે વિટામિન ડીની ઊણપને કારણે બાળક બીમાર પડી રહ્યું છે. શા માટે બાળકો જ વધુ બીમાર પડી રહ્યાં છે, તેમના આહારમાં કઈ ઊણપ હોય છે, શું કોરોના પછી આવું થઈ રહ્યું છે, આ બધા જ સવાલોના જવાબો અહીં મળશે સંપુુુર્ણ પોસ્ટ વાંચો.

એક્સપર્ટ ડો. રુચિરા પહારે, બાળરોગ નિષ્ણાત, કોકિલાબેન હોસ્પિટલ, ડો. રોહિત જોશી, સલાહકાર બાળરોગ, બંસલ હોસ્પિટલ, ભોપાલ અને ડો. વિવેક શર્મા, બાળરોગ, જયપુર નાઓના માર્ગદર્શદ અનુસાર. કેટલાક સવાલ ના જવાબો તેમણે આપેલ છે. આવો જાણીીએ .એ

સવાલ : કેટલાક દિવસોથી બાળકો વારંવાર બીમાર પડી રહ્યાં છે, માતા-પિતાને લાગે છે કે આ કોરોના પછી થઈ રહ્યું છે, શું આ સાચું છે?

જવાબ : બધાં બાળકની વારંવાર બીમારીનું કારણ કોરોના નથી. અમુક ઋતુઓમાં દર વર્ષે આ પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવે છે. જ્યારે હવામાનમાં થોડો પણ ફેરફાર થાય છે ત્યારે બાળકો બીમાર પડે છે. બીમાર થવા પાછળનું કારણ વરસાદ પછી વધુ થાય છે. આ સાથે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ બીમારીના કેસો વધે છે. આ પછી એ થોડું ઓછું થવા લાગે છે. આ પછી એપ્રિલથી બાળકોમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે.

સવાલ : બીમારી પાછળનું કારણ રોગપ્રતિકારક શક્તિ કે પછી વાઇરસ?
જવાબ : માતાપિતાને તેમના બાળકો વિશે ખોટી માન્યતા છે કે, તેમના બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. દરેક બાળકના કિસ્સામાં આ જરૂરી નથી. જો બાળક વારંવાર બીમાર થઈ રહ્યું છે, તો એનો અર્થ એ છે કે તેનામાં કોઈ પ્રકાનું ઇન્ફેક્શન થઇ રહ્યું છે, તેથી જરૂર નથી કે એકવાર ઇન્ફેક્શન થઇ ગયા બાદ બીજીવાર ઇન્ફેક્શન ન થાય.

તો બીજી તરફ શાળાએ જતાં બાળકોમાં ચેપનું જોખમ હંમેશાં વધારે હોય છે. બાળકો શાળામાં અન્ય બાળકોને મળે છે, રમે છે, સાથે ખાય છે, જેને કારણે જો એક બાળકને ચેપ લાગે છે તો તેનો વાઇરસ સરળતાથી બીજા બાળકમાં ટ્રાન્સફર થઈ જશે. આ બાળક ચેપને શાળાએથી ઘરે લાવશે અને તેને તેનાં ભાઈ-બહેનોને પહોંચાડશે.


સવાલ : બાળકની બીમારી પાછળ કોરોના જવાબદાર છે કે નહીં?
જવાબ : હા, અમુક કેસમાં તમે આ બાબતને સમજી શકો છો. કોરોનાના કારણે બે વર્ષથી બાળકોના સંપર્કમાં ઘટાડો થયો છે. બાળકો ઘરમાં જ રહ્યાં છે, બહાર રમવાને બદલે મોબાઈલમાં જ રચ્યાં-પચ્યાં રહ્યાં છે. આવી સ્થિતિમાં તેમની વાઇરસ સામે લડવાની ક્ષમતા ઘટી ગઈ છે. બાળકો પ્રદુષણ સહન કરી શકતાં નથી, એલર્જીની સમસ્યા શરૂ થઈ હતી. એકલતામાંથી બહાર આવ્યા પછી બાળકોને એક કે બે વર્ષ સુધી આ પ્રકારની સમસ્યા ચાલુ રહેશે.
આ પણ વાંચો  
સવાલ : જો બાળકની રોગપ્રતિકારક શક્તિ ખરેખર નબળી છે, એ જાણી શકાયું છે તો પછી દવા વિના તેનો ઈલાજ શું કરી શકાય?
જવાબ : જો બાળકની રોગપ્રતિકારક શક્તિ ખરેખર નબળી છે તો પછી દવા વિના તેનો ઈલાજ કેવી રીતે કરી શકાય?
  •  હળદરવાળું દૂધ પીવાની ટેવ પાડો, તમે એમાં મધ ઉમેરી શકો છો.
  • જ્યારે પણ હવામાન બદલાય ત્યારે તેમને તુલસીનો રસ મધમાં ભેળવીને પીવડાવો.
  • ખજૂર અને પલાળેલી બદામને પીસીને દૂધમાં મિક્સ કરીને આપો.
  • કિસમિસમાં પોટેશિયમ, બીટા કેરોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને બી કોમ્પ્લેક્સ હોય છે. એ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. બાળકોને પલાળીને રોજ આપો.
આ પણ વાંચો 
સવાલ : બાળકો માટે દૂધ પીવું જરૂરી છે?
જવાબ : બાળકના જન્મથી છ મહિના સુધી જ દૂધ પીવું જરૂરી છે. પ્રથમ છ મહિનામાં આપણે બાળકને દૂધ સિવાય બીજું કંઈ આપી શકતા નથી. તે પછી અમે બાળકને ખોરાક આપવાનું શરૂ કરીએ છીએ. આ એક કુદરતી પેટર્ન પણ છે અને યોગ્ય પણ છે, એથી જ બાળકોને અનાજ અને અન્ય વસ્તુઓ ખાવાની આદત પાડવી જોઈએ .જો તમારું બાળક દિવસભર એક ગ્લાસ દૂધ પણ પીવે છે, તો એમાં કોઈ નુકસાન નથી.

સવાલ : ઘણીવાર માતા-પિતાને લાગે છે કે જો બાળક દૂધ નહીં પીવે તો ઘણી સમસ્યાઓ થશે, તેથી તેઓ દૂધ પિવડાવવામાં ઘણી વખત ચોકલેટ પાઉડર નાખે છે, શું એ ફાયદાકારક છે?
જવાબ : જો બાળકને દૂધ પીવું ગમતું હોય તો માતા-પિતા ત્રણેય સમયે દૂધ આપવાનું શરૂ કરી દે છે. કેટલાંક માતા-પિતા તો એવું પણ કહે છે કે ભોજન ન કરો, દૂધ પીને સૂઈ જાઓ. આ બધી પદ્ધતિઓ ખોટી છે. જ્યારે પણ તમે દૂધ આપો છો ત્યારે તમે એમાં ખાંડ નાખશો, જેનાથી બાળકને નુકસાન થાય છે. જો તમે તેની સાથે ચોકલેટ પાઉડર અથવા અન્ય ફ્લેવર મિક્સ કરી રહ્યા છો, તો એમાં ખાંડ પણ હશે. આ રીતે બાળકોને દૂધ સાથે અકુદરતી વસ્તુઓ મળે છે, જે નુકસાનકારક છે.

સવાલ : માતા-પિતા કહેશે કે જો દૂધ નહીં અપાય તો બાળકને કેલ્શિયમ ક્યાંથી મળશે?
જવાબ : આ પણ એક ખોટી માન્યતા છે.કેલ્શિયમ અન્ય વસ્તુઓમાંથી પણ જોવા મળે છે. દાળ અને શાકભાજી પણ આ જરૂરિયાત પૂરી કરી શકે છે. બીજી એક વાત, દૂધ તમારા ઘરની વસ્તુ નથી, તમે આઉટસોર્સ કરો, એની ગુણવત્તાની ખાતરી આપી શકાય નહીં.

સવાલ : અમુક બાળકોને વિટામિન ડીની કમી છે, તો એની પાછળનું કારણ શું છે?
જવાબ : બાળકોમાં વિટામિન ડીની ઊણપ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે.
  • બાળકોના આહારમાં વિટામિન ડીની પૂરતી માત્રાનો અભાવ.
  • બાળકોનો સૂર્યપ્રકાશનો સંપર્ક ઓછો કે બિલકુલ નથી.
  • યકૃત અને કિડનીમાં સમસ્યાઓને કારણે શરીરમાં વિટામિન ડી કન્વર્ટ ન થઇ શકે
  • ખોરાકમાંથી વિટામિન ડી શોષવામાં સમસ્યા.
  • અમુક દવાઓ લેવાને કારણે.
  • શરીરની આંતરિક સમસ્યાઓ અથવા રોગોને કારણે.
સવાલ : વિટામિન ડીની ઊણપને પૂરી કરવા માટે બાળકોને શું ખવડાવવું જોઈએ?
જવાબ : વિટામિન ડીની ઊણપને તમે ખાવાથી સરળતાથી પૂરી કરી શકો છો .અહીં અમે કેટલીક ખાવા-પીવાની વસ્તુઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ
  • ફોર્ટિફાઇડ ખોરાક
  • કૉડ લિવર તેલ
  • મશરૂમ્સ
  • અનાજ
  • દૂધ અને તેની પ્રોડક્ટ
  • માછલી
  • ઇંડા અને ખાસ કરીને તેમની જરદી
સવાલ : તો ફોર્ટિફાઇડ ફૂડ શું છે?
જવાબ : ફોર્ટિફાઇડનો ઉલ્લેખ સૌપ્રથમ 1930 અને 40 ના દાયકામાં કરવામાં આવ્યો હતો .આ એવું ફૂડ છે જેના દ્વારા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પૂરી કરી શકાય છે. આ અનાજ, દૂધ, શાકભાજી, નાસ્તાના અનાજ વગેરે જેવી કંઈપણ હોઈ શકે છે.

સવાલ : વિટામિન ડીની ઊણપ છે એ કેવી રીતે ખબર પડે છે?
જવાબ : જો બાળકમાં વિટામિન ડીની ઊણપનાં લક્ષણો દેખાય તો તેને ડોક્ટરને બતાવો. બાળકમાં ખરેખર વિટામિન ડીની ઊણપ છે કે કેમ એ લોહીની તપાસથી ખબર પડશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી, ઘરેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ચ્યુઅલ ટુર જુઓ

Post a Comment

If you have any doubts please let me know

Previous Post Next Post