એક કપ નારિયેળનુ પાણી પીવુ શરીર માટે અકસીર સમાન
શિયાળામાં બ્લડશુગરને કંટ્રોલમાં રાખશે, તો સ્પોર્ટ્સ ડ્રિન્ક અનેકગણું ફાયદાકારક રહે છે.
આપણે એવું માનીએ છીએ કે લીલા નારિયેળનુ પાણી ઉનાળામાં જ પીવું ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં પણ એ એટલુજ લાભદાયક માનવામા આવવે છે. નાળિયેર પાણીની તાસીર ઠંડી ગણવામા આવે છે. જે લોકો ઠંડી પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે તેમણે એનું પાણી દિવસના સમયે જ પીવું આવકાર્ય છે.
આ પણ વાંચો
ભારત સારકારની આરોગ્યસેતુ એપ વિશે
લીલા નારિયેળના પાણીમાં ઈલેક્ટ્રોલાઇટ્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે નારિયેળ પાણીમાં રહેલાં પોષકતત્ત્વો આપણી ફક્ત રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત નથી બનાવતા, પરંતુ શરીરનાં અન્ય અંગો તથા રોગપ્રતીકાર શકતીને પણ ખુબજ મજબુત અને સશકત અને સરળ બનાવે છે.
ડાયટિશિયન ડૉ.વિજયશ્રી પ્રસાદ જણાવે છે, સામાન્ય રીતે શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે. આ સ્થિતિમાં નારિયેળ પાણી પીવું એક સારો વિકલ્પ છે. સાથે સાથે ગરમ પણી પણ પ્ીવુ લાભદાયક માનવામા આવે છે. લીલા નારીયેળના પાણીમા કુદરતી રીતે ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જેમ કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. આ બધાં મળીને આપણા શરીરને અલગ અલગ રીતે ફાયદો આપે છે. પોટેશિયમ પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સના લેવલને કંટ્રોલ કરે છે.
આવો જાણીયે વિગતે લીલા નાળીયેર પીવાથી થતા ફયદાઓ
- નિયમીત લીલા નારિયેળના પાણી પીવાથી કિડની સક્ષમરીતે કામ કરે.
એક કપ નાળિયેર પાણીમાં 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જે આપણી ડાયટના 16% પોટેશિયમ આપે કરે છે. કિડની અને સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે એ માટે પોટેશિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એ જ રીતે એક કપ નાળિયેર પાણીમાં 60 મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે, જે આપણા ડાયટના 14% છે.
- નિયમીત લીલા નારિયેળના પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર થાય છે
લીલા નાળિયેર પાણીમાં ડાઇયુરેટિક પદાર્થ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં ખુબજ મદદ કરે છે, તેથી શરીરમાં વધેલું પાણી પેશાબના રૂપમાં બહાર નીકળી જાય છે.
- લીલા નારિયેળના પાણીમાં 95% પાણી હોય છે
લીાલા નાળિયેર પાણીમાં 95% પાણી હોય છે. એ કોઈપણ સ્પોર્ટ્સ ડ્રિંક કરતાં બે ગણું ફાયદાકારક માનવામાં આવે છે. અને તેથીજ સ્પોર્ટસ તેને વધુ પસંદ કરે છેે .
આ પણ વાંચો
નારિયેળ પાણીથી આપણા શરીરમાં ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રોલાઇટ્સની ઊણપને પૂરી કરે છે. સાદા પાણીની તુલનામાં નારિયેળ પાણીમાં ઘણા પ્રકારના ગુણો હોય છે.
- નિયમીત લીલા નારિયેળના પાણી પીવાથી સ્કિનને ગ્લો કરે છે
ઠંડીને કારણે ત્વચા ડ્રાય થવાની સમસ્યા સામાન્ય છે, તેથી દરરોજ નારિયેળ પાણી પીવાથી ત્વચાને પૂરતા પ્રમાણમાં ભેજ મળે છે. સંશોધનમાં નાળિયેર પાણીમાં એન્ટી-માઈક્રોબાયલ અસર જોવા મળી છે, જેથી ખીલ પણ મટાડી શકાય છે. ડો.વિજયશ્રી જણાવે છે કે નાળિયેર પાણી પીવાથી આપણી ત્વચા ચમકદાર બને છે.
- નિયમીત લીલા નારિયેળના પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે
શિયાળામાં લોકો બ્લડપ્રેશર હોવાની ફરિયાદ કરે છે. એ સમયે નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં રહેલા પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. દરરોજ એક કપ નારિયેળ પાણી પીવાથી બ્લડશુગર લેવલ નીચું રહે છે. એમાં કુદરતી ખાંડ હોય છે, તેથી એ દરરોજ મર્યાદિત પ્રમાણમાં જ લેવું આવશ્યક છે..
- નિયમીત લીલા નારિયેળના પાણી પીવાથી બ્લડ ક્લોટિંગમાં ઘટાડો થાય છે.
નારિયેળના પાણીમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ ઓછું હોય છે. જો શિયાળામાં એનું નિયમિત સેવન કરવામાં આવે તો લોહી ગંઠાઈ જતું નથી, જેને કારણે હાર્ટ-એટેકનું જોખમ પણ ઓછું રહે છે.
આ પણ વાંચો
નારિયેળ પાણીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ડિપ્રેશનને ઓછું કરે છે. શિયાળામાં લોકોમાં ડિપ્રેશન વધુ જોવા મળે છે. નારિયેળ પાણીનું સેવન કરીને ડિપ્રેશનને દૂર કરી શકાય છે.
♾ અમારા whatsapp ગ્રુપમાં જોડાવો
નોધ : આ લેખમાં આપેલી માહિતી અમોએ ઇન્ટરનેટના માધ્યમથી એકત્રીત કરીપ્રદાન કરેલ છેે. જેથી ઉપયોગ કરતાં પહેલાં ડોકટરની સલાહ અચૂક લેેેવા વિ છે. અમારી આ પોસ્ટને વાંચવા બદલ આભાર. આ પોસ્ટ સારી લાગે તો આગળ શેર કરવા વિ છે.