અદભૂત ખગોળીય ઘટના નિહાળો તા.25 માર્ચથી 30 માર્ચ 2023 સુધી
અદભુત અને અવિશ્વાસનીય ખગોળીય ઘટના ને નિહાળો પાંચ ગ્રહો ની કાર્યશૈલી 2023 ના વર્ષની 25 માર્ચથી 30 માર્ચ સુધી સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ નિહાળી શકાય છે
બ્રહ્માંડમાં પૃથ્વી અને ઘણા ગ્રહો વચ્ચે અવારનવાર અવિશ્વાસનીય ઘટનાઓ બનતી હોય છે જેના કારણે ક્યારેક ક્યારેક સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ તેમજ ખરતા તારાઓનો આંખે દેખો હાલ અનુભવ કરી શકાય છે
આ વર્ષે બ્રહ્માંડમાં પાંચ ગ્રહો એક સાથે દેખાવાની ક્રિયા તે અદભૂત અને અવિશ્વાસનીય ઘટના બનવા જઈ રહી છે
આવો જાણીએ કે કયા કયા ગ્રહો એક સાથે દેખાવાના છે અને તે ક્યાં સુધી દેખાઈ શકે છે તે પણ જોઈએ તો આ પાંચ ગ્રહોમાં જેમાં બુધ, શુક્ર, ગુરુ, યુરેનસ અને મંગળનો સમાવેશ થાય છે.
પાંચ ગ્રહોની આ પરેડ નો નજારો ૨૫ થી ૩૦ માર્ચ સુધી રહેશે જે ૨૮ માર્ચના રોજ સૌથી સ્પષ્ટ રીતે જોઇ શકાશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના ખગોળ વિજ્ઞાાની બિલ કુકના જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ આ નજારો જોઇ શકાય છે.
આ પણ વાંચો....દેવગુરુ બૃહસ્પતિ અસ્ત: ગુરુ મીન રાશિમાં અસ્ત થઇ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેની વિપરીત અસર 12 રાશિઓ પર જોવા મળશે
ગ્રહ ક્ષિતિજ રેખાથી આકાશની વચ્ચે સુધી ફેલાયેલા દેખાશે. જો કે બુધ અને શનિ અડધા કલાક પછી ક્ષિતિજ રેખાની નીચે ડૂબી જશે.આથી તેને જોવા માટેનો સમય ઓછો રહેશે. જો આકાશ સ્વચ્છ હશે તો સૌર મંડળના પાંચ ગ્રહોને પૃથ્વીના કોઇ પણ સ્થળેથી જોઇ શકાય છે. એ સાથે પાંચ ગ્રહો દ્વષ્યમાન થવા એ ગણિ મોટી વાત છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગ્રહોને નરી આંખ કરતા દૂરબીનથી વધારે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
ખગોડીયા ઘટનાનો અહેવાલ જોઈએ
બુધ, શુક્ર અને શનિની ચમક સારા એવી હોય છે માટે શાંત આકાશી માહોલમાં જોવા સરળ છે પરંતું આકાશ મંડળમાં શુક્ર ગ્રહ સૌથી ચળકે છે.
મંગળ તેની લાલાશ પડતી ચમકના લીધે ધ્યાન દોરે છે. તે ચંદ્રમાંની ખૂબજ નજીક જોવા મળે છે.
ગુરુ અને યુરેનસ દૂર હોવાથી તે ધૂંઘળા દેખાય છે. દૂરબીનની મદદથી થોડા વધારે સ્પષ્ટ દેખાય છે.
નાસાના વિજ્ઞાાનીના જણાવ્યા અનુસાર જેને ગ્રહો અને અવકાશ વિજ્ઞાાનમાં ખૂબ રસ પડે છે તેમના માટે યૂરેનસ ગ્રહ જોવો એક લ્હાવા સમાન છે.
દૂરનો ગ્રહ યુરેનસ આટલી સરળતાથી દેખાતો નથી.
શુક્ર ગ્રહની ઉપર લીલાશ પડતી ચમક તેની ઓળખ સમાન છે.
આ પણ વાંચો