૨૦૨૩ નુ નવુ વ્હોટ્સએપ ફીચર: હાલમા નવુ અપડેટ આવશે. જે નવા ફીચરમા ફોટોમાંથી ટેક્સ્ટ કોપી કરી શકાશે. , જાણો કેવી રીતે કરશે નવુ ફીચર કામ?
મેટા માલિકીની એપ વ્હોટ્સએપે બેટા યૂઝર્સ માટે એક નવુ ફીચર લાવ્યું છે. આ ફીચર હાલ આઈફોન યૂઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યુ છે. WaBetaInfo મુજબ વ્હોટ્સએપ બેટા વર્ઝન પર iOS 23.5.77 અપડેટ આપવામાં આવ્યુ છે.
આ ફીચર તમને ફોટોમાંથી ટેક્સ્ટ કોપી કરવા માટેની સુવિધા આપશે. ચાલો વિગતવાર જાણીએ આ ફીચર કેવી રીતે કામ કરશે?
એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ અપડેટના ચેન્જલોગમાં, જો કે, ટેક્સ્ટ ડિટેક્શન ફીચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે ફક્ત વોઇસ નોટ રેકોર્ડ કરવાની અને તેને અન્ય સુવિધાઓ સાથે સ્ટેટસ દ્વારા શેર કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ, WaBetaInfoએ પોતાનાં રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે કે,
અપડેટને ઇન્સ્ટોલ કરનારા મોટાભાગનાં લોકો આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
‘વ્હોટ્સએપ ટેક્સ્ટ ડિટેક્શન’ ફીચર શું છે? કેવી રીતે ટેસ્ટ કરશો?
આ સુવિધા યૂઝર્સને વ્હોટ્સએપ પર શેર કરેલા ફોટોઝમાંથી ટેક્સ્ટ કાઢવા માટે સક્ષમ બનાવે છે. એકવાર આ સુવિધા ઉપલબ્ધ થયા પછી યૂઝરે એક ફોટો ઓપન કરવી જેમાં ટેક્સ્ટ હોય. આ ઈમેજ ઓપન કરશો એટલે વ્હોટ્સએપ બેટા યૂઝર્સને એક નવું બટન જોવા મળશે, જે તમને ફોટોમાંથી ટેક્સ્ટની નકલ કરવાની પરમિશન આપશે.
iOS 16 પર પહેલાથી જ આ સુવિધા ઉપલબ્ધ છે
વાચકોએ નોંધવું જ જોઇએ કે, આ સુવિધા ફક્ત iOS 16 પર જ ઉપલબ્ધ છે કારણ કે, વ્હોટ્સએપ ફોટોઝની અંદર ટેક્સ્ટ શોધવા માટે iOS 16 APIનો જ ઉપયોગ કરે છે. તદુપરાંત, આ ઉમેરવામાં આવેલી સુવિધા ગોપનીયતાનાં કારણે ‘વ્યૂ વન્સ ઈમેજ’ ફીચર સાથે સુસંગત નથી.
આ સિવાય પણ વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે વ્હોટ્સએપ ગ્રુપ ચેટમાં અજાણ્યા સંપર્કોથી પ્રાપ્ત સંદેશાઓને ઓળખવાનું સરળ બનાવશે. WaBetaInfoના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઇડ 2.23.5.12 અપડેટ માટે લેટેસ્ટ વ્હોટ્સએપ બીટા બહાર પાડવામાં આવ્યું છે.
રિપોર્ટમાં શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ અનુસાર, જ્યારે પણ કોઈ યુઝરને ગ્રુપ ચેટમાં કોઈ અજાણ્યા કોન્ટેક્ટથી મેસેજ આવશે તો તેમને ચેટ લિસ્ટમાં મોબાઈલ નંબરની જગ્યાએ પુશ નામ જોવા મળશે.
iOS 23.5.0.73 અપડેટ માટે વ્હોટ્સએપ બીટા ઇન્સ્ટોલ કર્યા પછી અમુક iOS બીટા ટેસ્ટર્સ માટે પણ આ જ સુવિધા લોન્ચ કરવામાં આવી છે.
વિગતે જાણવા |
મહત્વપૂર્ણ લિંક્સ
નોધ - ઉપરોકત માહીતી ઈન્ટરનેટના માધ્યમથી એકત્રીત કરવામા આવેલ છે. જેથી તે સાચી છે તેવી ખાત્રી અમો આપતા નથી. જેથી વિગતે જાણવા સારૂ નીયત વેબસાઇટ ચકાસવા વિ.છે.
Tags:
Application